સૌરાષ્ટ્રની ધરા પરથી ઉઠતો સાદ… મારે ‘થુંકવુ’ છે….!!!

સૌરાષ્ટ્રની ધીંગી ધરાના ગુણગાન કવિઓ, ઇતિહાસકારો, શિક્ષણવિદ્દો, નેતાઓ અને કલાકારોના મુખેથી સૌએ સામ્ભળ્યા જ હશે…, પણ હાલ તો સૌરાષ્ટ્રની ગલીએ-ગલીએથી બસ અંતરના આંગણેથી અને મુખેથી એક જ સાદ પડે છે…” મારે ‘થુંકવુ’ છે…!!!”

શા માટે આવુ ?.. તો ઉત્તર છે, કે અહિયા સમાજમા ‘થુંકવુ’ એ પણ જાહેર જગ્યાઓ પર (પછી તે સ્કુલ-કોલેજ, સરકારી ઇમારતો કે ધાર્મિક સ્થાનો જ કેમ ના હોય…!!!) એ એક નિત્યક્રમ અને લોહીનો ગુણ બની ગયો છે…!!!

‘થુંક’ વિશે સૌ જાણે જ છે કે લાળના સ્વરુપે અને મુખના પ્રવાહી દ્રવ્યો રુપે ઉત્પન્ન થાય છે. પરંતુ આ ‘થુંક’ સાથે જે અનેક પ્રકારના અને રંગવાળા પદાર્થોનો નિકાસ મુખ વાટે થાય છે, તે તકલીફ વાળી વાત છે…!!!

મોટે ભાગે સહજ એવી આ પ્રક્રુતિ લોકોની તાસિરને આધારિત હતી જેમકે કફ અને દમાની તકલીફ ધરાવતા લોકો ‘થુંક’ ને યથાર્થ બનાવતા. બીજુ એ કે સવારના પહોરમા થતી મંજનની ક્રિયા ‘થુંક’ ઉત્પન્ન કરે છે જે આપણા માટે સહજ છે…!!!

સમય જતા આ ‘થુંક’ હાનીકારક એવા પાન-મસાલા-માવા-ગુટકા-તમ્બાકુ-વિગેરે ના કચરા સ્વરુપે પ્રસિધ્ધ થવા લાગ્યુ…!!! આ પ્રકારે ઉત્પન્ન થતુ ‘થુંક’ વાતાવરણને ભયંકર હદે નુક્શાન પહોચાડે છે એટલુ જ નહી જે-તે જગ્યાને પણ ગંદી-ગોબરી કરી મુકે છે.

હવે ‘થુંકવા’ની આદત લોહીમા ભળી ગઇ હોય, લોકો અહિ-તહી સામાન્ય ‘થુંક’ અને ‘ગળફા’ (‘ગળફા’ – કફનો ભરાવાને છાતીમા ઉંડો શ્વાસ ભરી બહાર કાઢતા જે નિકળે તે..) ને થુંકી દે છે… અને ત્યાર બાદ આ પાન-મસાલાના થુંકને પણ આમ જ ગમ્મે ત્યા….!!!

એટલુ જ નહિ કહેવાતા ‘સંસ્કારી’ લોકો સવારના પહોરમા બ્રશ કરી ઘરની બાલ્કની માથી ‘થુંક’થી રસ્તાનો અભિષેક કરવાનો વિક્રુત આનંદ લ્યે છે…!!! ઘરની બાલ્કની કે બારીમાથી ‘થુંકવુ’ એ અહિના લોકો માટે ગમભીર વાત નથી બોલો…!!!

‘અહિ થુંકવુ નહિ’ એવા બોર્ડ લગાવવા પડે અને શોપિંગ મોલ કે સિનેમાઘરોમા લોકોને તપાસવા પડે કે પાન-મસાલા-તમ્બાકુ-ગુટકાતો નથી લઈ જતા ને…એ વાત કરુણ છે. થુંકદાનીમા તો થુંકવાની વાત જ નથી આવતી કેમકે દિવાલો પર થુંકવાનો એ લોકોના મતે લ્હાવો છે, અને જો થુંકદાની હોય તો તેમા કઈ રીતે થુંકવુ એ પણ લોકો જાણતા નથી હોતા..!

અને હા, આ બધુ અહિયા સૌરાષ્ટ્રમા રોજ જોઉ છુ અને અનુભવુ છુ… અને અહિયા છે એટલે બીજે ક્યાય નહિ હોય એવી વાત પણ હુ નથી કરતો… આ સમ્સ્યા ભારતભરમા છે પણ અહિયા પ્રતિક સ્વરુપે સૌરાષ્ટ્ર છે… માટે ‘બંધ બેસતી પાઘડી ના પહેરવી…!!!’

આ વિશે ઘણુ લખાઈ શકે પણ અત્યારે તો એટલુ જ કે,

” જે સમાજને શુ, ક્યા અને કેવી રીતે ‘થુંકવુ’ એ પણ ના ખબર પડતી હોય તેની પાસેથી તમે વિશ્વકક્ષાની નવી શોધો, આવિષ્કારો અને માણસાઇની અપેક્ષા શી રીતે રાખી શકો…???”

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s