આજના યુવાનોને મુંઝવતો પ્રશ્ન – “અબ મે ક્યા કરુ…???” (રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે)

આમ તો યુવાનો વિષે ઘણુ લખાઇ-વંચાઇ ગયુ હોઇ, આ ટોપિકને રિપિટ કરવો અઘરુ કામ છે… લેટ્સ ટ્રાય…

આદિકાળથી જો કોઇ એક વાત ના બદલાયી હોય તો એ છે, યુવાઓને મુંઝવતા પ્રશ્નોનો ત્રાસ…!!! યુવાનો એટલે કોણ એ વાત નક્કિ કરવી થોડી અઘરી છે. હા, પણ આપણે અહિયા ટિનેજર્સ અને ૩૦ વર્ષ સુધીની ઉમરમા આવતા લોકોને જ યુવાનો કહીશુ…

આ પુણ્યભૂમી ભારત કે જ્યા આમેય નાત-જાત-પંથ-સમ્પ્રદાય-ધર્મ-ભાષા-વેશ-બોલી જેવા કેટલાય ત્રાજવામા તોલી-મોલીને યુવાનોની યુવાનીને પથ્થર સાથે બાંધી ઉંડા મહાસાગરમા ધકેલી દેવાય છે, ત્યા યુવાનોને મુંઝવતા પ્રશ્નો વણઉકેલ્યા જ રહેવાના ને…!!! જ્યા ધર્મભીરુઓ ઇશ્વરના યુવા સ્વરુપને પણ પૂજતા ગભરાય છે અને બાળ પ્રભુને જ લાડ લડાવ-લડાવી પોતાના બાળકો પણ રમતિયાળ અને નટખટ બને એવુ ઇચ્છે છે. પણ જો ભુલથીય યુવાનીનો જોશ કે રંગીનિયત બતાવાય જાય એટલે યુઅવાઓ પર ફિટકાર વર્ષાવાનુ ચાલુ…!!!

ચલો માનીએ કે યુવાનોને ભાન નથી હોતી પણ લાગણીઓ ઠાંસી-ઠાંસીને ભરીલી હોય છે એનુ શુ…??? એમના મતે સુંદરતાને માણવી-અનુભવવી એ જ ખરી ઇશ્વરીય વંદના છે, જીવતર હોમીને પણ સાહસ ખેડવુ એ જ મોક્ષ પ્રાપ્તી છે અને ખુલ્લા દિલથી જીવનને માણવુ એ જ ખરા યોગ-સાધના-અર્ચના છે. પણ યુવાનોની આ પ્રવ્રુતી વડિલોની છાતીમા ખીલ્લા સમાન છે…!!! જે હોય તે પણ યુવાઓ પોતાનો રસ્તો કાઢી લે જ છે, જેને જે કરવુ હોય તે કરી લે… ઇતિહાસ સાક્ષી છે…!!!

વાત છે યુવાઓને થાય છે શુ.. એક્ચ્યુલી…??? વેલ..શરીરમા જ્યારથી ઝણઝણાટીની શરુઆત થાય, સમજી લેવાનુ બોસ યુવાન થઈ ગ્યા…હાહાહા. હવે આમા ઘણુ આવી શકે… પેલો/પેલી સામે કેમ જુએ છે…??? વાત કરવી છે કેમ કરુ…??? મારા/મારી ફ્રેન્ડ મારી સાથે આવુ કેમ કરી શકે…??? આ બાપાઓ (પપ્પાઓ) દિવેલીયા મોઢા સાથે ઓલ્વેઝ ક્રિટીસાઇઝ જ કેમ કરતા હોય છે…??? આ મમ્મીઓ હમ્મેશા ટક-ટક-ટક જ કેમ કર્યા કરતી હોય છે…??? આ ફેમિલીમા મારી સાથે જ આવુ કેમ થાય છે…??? પેરેંટ્સ ક્યે એ જ કોર્સ કરવાનો…??? સર/મેમ કેમ મને જ ટાર્ગેટ કરે છે…??? હવે આગળ કઇ જોબ કરવી…??? બ્રેક-અપ મારી સાથે જ કેમ થાય છે…??? ઓહ…પીમ્પલ્સ… આ ક્યારે મટશે…??? એક્ઝામની પ્રિપેરેશન કેમ કરવી…??? આ સબ્જેક્ટ્સમા પાસ કેમ થઇશ…??? રોઝ ડે-ચોક્લેટ ડે પર પેલી/પેલાને વીશ કરુ…??? બ્લા…બ્લા… બ્લા…

સામાન્ય રીતે હોર્મોનલ વિસ્ફોટને લીધે યુવાઓના વિચારો અતરંગી અને સતરંગી સાથે તોફાની પણ હોય છે. શારીરિક ફેરફારોને લીધે થતા પ્રોબ્લેમ્સ અને ઉદભવતી ઇચ્છાઓ એટલે યુવાની…. અને આને લગતા જ કદાચ સૌથી વધુ પ્રોબ્લેમ્સ હોય છે…!!! તો આનુ સોલ્યુશન કેમ…??? હ્મ્મ્મ… જવાબ એક જ છે…યુવાઓને સમજો…સમજાવો નહી…!!! એ પોતાના પ્રોબ્લેમ્સ શેર કરશે અને પરીણામે તેઓનુ જીવન નવપલ્લીત બનશે… બાકી યુવાઓ વિફરે તો શુ થઈ શકે તેનો પણ ઇતિહાસ સાક્ષી છે જ….!!!

ગુમાન ના કર બડી ઉમ્ર પે એ ઝાલીમ,
હમને ભી ઝિંદગી કો જીયા હૈ જી ભર કે…!!!

કાંટો સે ફુલો કો નિકાલ કે ઝુલ્ફો મે પીરોયા હૈ,
માસુમીયત કી આયત કો પઢા હૈ હમને;
હમને ભી ઝિંદગી કો જીયા હૈ જી ભર કે…!!!

હર પલ હર વક્ત સિર્ફ પ્યાર હી કિયા હૈ,
નફરત કા જવાબ ભી દિયા હૈ હમને;
હમને ભી ઝિંદગી કો જીયા હૈ જી ભર કે…!!!

દિલ સે દિલ કી ગેહરાયીઓ કો છૂયા હૈ,
આંસુઓ કો ભી પીયા હૈ હમને;
હમને ભી ઝિંદગી કો જીયા હૈ જી ભર કે…!!!

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s