દરેક ભારતીય પરિવારે સમજવા જેવી ફિલ્મ : દંગલ

હા, માથે યુનીવર્સીટીની પરીક્ષા છે એની ભારોભાર જાણ અને અનુભવ હોવા છતાં, ૬ કલાકના અભ્યાસ-વાંચન બાદ પણ અતિપ્રિય એવી બપોરની ઊંઘનો ભોગ આપીંને, ડીજીટલ પેમેન્ટ દ્વારા ફિલ્મ જોવા જઈએ અને એમાય દેશ-વિરોઘી માનસિકતા હોવાના આરોપી એવા આ આમિરખાનની ફિલ્મમાં ભારોભાર ‘રાષ્ટ્રપ્રેમ’ જોવા મળે અને એમાય ‘રાષ્ટ્રગીતની ધૂન’ સાથે ‘ભારત માતાકી જય’નો ગુંજારવ થાય અને ચિક્કાર મેદની જબરજસ્ત તાળીઓથી વધાવી લ્યે તો ધક્કો સફળ…

એ હકીકત છે કે એક સમયે મે ફેસબુક પર આમિરખાને એની પત્નીને ટાંકીને આપેલ નિવેદન વિષે ટીકાત્મક લખેલ પણ જેવું જાણવા મળ્યું કે આવનારી ફિલ્મ ‘દંગલ’ દેશભક્તિથી તરબોળ છે અને સમાજ વ્યવસ્થા, ભ્રષ્ટાચારી અને ફિલ્મમાં ખરા અર્થમાં દેશદ્રોહી એવા સરકારી બાબુઓ સામે બંડ પોકારવાની વાત છે (ફિલ્મ ‘મેરીકોમ’ની જેમ જ) તો ઈચ્છા થઇ કે કોઈ પણ ભોગે ફિલ્મ તો જોવી જ રહી…

આમિરખાન પ્રત્યે (પેલા નિવેદન બાદ) જે કઈ પણ ગુસ્સો અને ચીડ હતી તે તો નીકળી જ ગઈ પણ માન થઇ ગયું અને ગર્વ પણ થયું ફિલ્મ ‘દંગલ’ જોઇને. હા, સમાચાર આવી રહ્યાં છે કે પ્રથમ દિવસે જ દેશમાં રોકડાની અછત હોવાની (ભ્રામક) વાતો વચ્ચે પણ ફિલ્મે ૩૦ કરોડ ભારતમાંથી કમાયા છે, એ જ સૂચવે છે કે ભારતીયોએ બધું ભૂલીને આમિરખાનની આ દેશદાઝથી ભરપુર ફિલ્મને વધાવી લીધી છે….

ફિલ્મની વાર્તા તમને કદાચ અનેક ભારતીય પરિવારોમાં તાદ્દશ જોઈ શકો એવો સાધારણ લાગી શકે, ચિત્રીકરણ, ઘટનાક્રમ અને ગીત-સંગીત તમોને એવોર્ડ વિનિંગ ના પણ લાગે પણ પાત્રોના અવિસ્મરણીય અભિનય સાથેની આ ફિલ્મ સાથે તમારું એક એવું અતુટ લાગણીનું જોડાણ થઇ જશે જે થીયેટરની બહાર જ નહિ પણ તમારા હૃદયમાં અનુભૂતિ સ્વરૂપે કાયમ રહેશે…

આ ફિલ્મ તમોને વિચારતા કરી મુકશે કે કેવી રીતે દીકરીઓના પિતા સમાજના ટોણાં સહન કરી, પોતાનું સર્વસ્વ ત્યજીને પણ પોતાની દીકરીઓની જીંદગી સુધારવામાં કોઈપણ ભોગે પાછીપાની કરવામાં માનતા નથી અને ફિલ્મનો અંત…. દીકરી અને પિતાની લાગણીઓને જે રીતે દર્શાવે છે તે જોઈ આપની આંખોમાંથી પણ લાગણીની સરવાણી ઝરી પડશે… અદભુત…!!!

ફિલમનું દિગ્દર્શન લાજવાબ છે (આ જ દિગ્દર્શકની ફિલ્મો ‘ચિલ્લર પાર્ટી’ અને ‘ભૂતનાથ રીટર્ન્સ’ ખુબ જ સરસ બનેલ અને એમાય ‘ચિલ્લર પાર્ટી’એ તો બાળ ફિલ્મોને એક નવા જ ક્ષિતિજે પહોચાડી છે) અને આમીરખાનનો અભિનય…. કદાચ મહાનાયકની પણ પહોંચ બહારનો અને શબ્દોના સીમાડાઓમાં બાંધી નાં શકાય એવો સર્વોચ્ચ છે. કદાચ કોઈ પણ એવોર્ડ આ કલાકારની સામે ટૂંકો પડે એવું લાગ્યું…

‘મેરીકોમ’ ફિલ્મમાં પણ જેમ દેશની ભ્રષ્ટ બાબુશાહી યુવા ખેલાડીઓના રસ્તાના શિકારી કુતરા બનતા હોવાનું દેખાડ્યુ છે તે આ ફિલ્મમાં પણ યથાર્થ ઝીલાયું છે. કોણ જાણે આવા લોકોએ કેટલાય આશાસ્પદ યુવાઓની કારકિર્દી ખતમ કરી નાખી હશે અને હજુ પણ કરી રહ્યા હશે…! પણ આ દેશમાં ફિલ્મની મુખ્ય પાત્ર ‘ગીતા’ જેવા પણ કેટલાય છે જ; જે આ બધુ સહન કરીનેય આ દેશમાટે સતત કઈક કરી રહ્યા છે… અને જ્યારે આવા લોકો પર સુપરસ્ટાર્સ હિન્દી ફિલ્મ બનાવે તો એ દેશમાટે એક ગર્વની બાબત સમાન જ છે…

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s