મર્ડર-૨  – ફિલ્મ (ભટ્ટ કેમ્પે ખોળી કાઢેલ બેનમુન હિરા પૈકિનું એક…)  

આમ તો જુલાઈ ૨૦૧૧મા રીલીઝ થયેલ આ ફિલ્મની અત્યારે વાત કરવી જરા વિચિત્ર અને તર્કહિન લાગી શકે પણ અનાયાશે ટી.વી પર આજે જોયેલ આ ફિલ્મે ફરી એના રૌદ્ર અને સુમધુર પાસાઓની યાદો તાજી કરી જે, રીલીઝના પહેલા રવિવારે જ સુરજ સિનેપ્લેક્સ થીયેટરમા બપોરના( હા…) હાઉફુલ માહોલમા માંડ માંડ ટિકીટ મેળવી સૌથી આગળની કતારમા બેસીને માણેલ…!!!

આમ તો હુ ભટ્ટ કેમ્પની ફિલ્મોનો ફેન છુ જ, એના કર્ણપ્રીય અને અલગ ગીત-સંગીત અને ડાર્ક થીમ વાળી વાર્તાઓને લીધે; પણ જ્યારથી તેઓએ મોહિત સુરી નામના ડિરેક્ટરને ફિલ્મો બનાવવા આપી છે… બોસ જલ્સા પડી ગ્યા છે… So now, I am a big fan of Mohit Suri too…

Vishesh_Films

મોહિત સુરી… ૨૦૦૫ મા ‘ઝેહેર’(ઈમરાનનો મસ્ત અભિનય…) અને ‘કલયુગ’ (યાદ છે ગીત…’ તુજે દેખ દેખ સોના…’) જેવી સોલીડ ફિલ્મો આપનારે જ્યારે મહેશ ભટ્ટના જીવનની મહામુલી યાદોથી ભરપુરફિલ્મ ‘વો લમ્હે’ બનાવી ત્યારે તેના કર્ણપ્રીય ગીતોએ ઘણાને મંત્રમુગ્ધ કરી મુકેલ (પર્સનલ ફેવરેટ ગીતો ‘ચલ ચલે અપને ઘર…’ અને ‘તુ જો નહી…’)… અને ત્યારબાદ આવી મારી પર્સનલ ફેવરેટ ‘આવારાપન’…. કમાલ…. એનુ ગીત…’તો ફિર આઓ….’ કદાચ હજારોવાર સામ્ભળ્યુ હશે… ‘રાઝ-૨‘ ને પણ સરસ બનાવી એક અલગ કોંસેપ્ટ સાથે…. પણ એની છેલ્લી બે મુવી ‘હમારી અધુરી કહાની’ અને ‘આશીકી- ૨’ મને પર્સનલી બહુ ના જામી… વ્હોટએવર… પણ ૨૦૧૧ ની મર્ડર – ૨…. સુપ્પ્પ્પ્પ્ર્ર્બ….

આપનામાથી ઘણાને અચરજ થશે કે… આલા…. આ ફિલ્મ જે કોરીયન ફિલ્મ ‘ધી ચેઝર’ ની અનઓફિશિયલ રિમેક છે…. તેના વિશે આટલુ બધુ… થોડુ ઓવર નઈ થતુ ને ભાઈ…

તો જવાબ છે… બિલ્કુલ નહી…. ફક્ત ૬.૫ કરોડમા બનેલ ફિલ્મ મર્ડર- ૨ એ first weekendમા ૨૨.૩૫ કરોડની કમાણી કરી સૌની બોલતી બંધ કરી દિધેલ…

પણ મારે વાત ફક્ત ફિલ્મ અંગે…. મોહિત સુરીના જબરદસ્ત ડિરેક્શન, ‘એ ખુદા..’ કે ‘તુજકો ભુલાના…’ જેવા માઇંડ ફ્રેશનીંગ સોંગ્સ કે જ્વેક્લીનના પગની સુંદરતા વિશે નથી અને નથી જ કરવી પણ …. પ્રશાંત નારાયણન જેવા નાજુક્તાથી ખૌફ જમાવતા ખતરનાક ખલનાયકની થોડી વાત કરવી છે….

1

એમનુ ઓનસ્ક્રીન પ્રેઝંસ જ એટલુ પાવરપેક્ડ છે કે તમો એનાથી પ્રભાવિત થાયા વિના ના રહો…. હમણા જ એક સિરિયલમા એક પાત્રમા એમને જોયેલ પણ એમની હાજરી તમો અવગણીના શકો…. મને વિલનમા ધી ગ્રેટ આશુતોષ રાણા (જે પણ ભટ્ટ કેમ્પે શોધેલા હિરા પૈકીના જ છે, યાદ કરો ફિલ્મ ‘દુશમન’ અને ‘સંઘર્શ’.તે પોતે વ્યક્તિગત રીતે પણ બાહોશ અને જ્ઞાની છે અને અમિતાભ બાદ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમા એમના જેટલુ સચોટ અસ્ખલીત હિન્દી કોઈનુ નથી…) બાદ જો કોઈ પ્રોમિસિંગ લાગેલ તો એ પ્રશાંત નારાયણન છે….

p

મર્ડર – ૨ મા એમને જે સ્ક્રિન સ્પેસ મળી છે તેઓએ તેનો ભરપુર ઉપયોગ કર્યો છે… શરત સાથે કહી શકાય કે એમના એક પણ દ્રશ્યમા આપને કંટાળો તો દુરની વાત છે આપ તેના પરથી નજર પણ નહી હટાવી શકો… એની આંખોની મસ્તી અને અચાનક ખૌફનુ અને ભયનુ કાજળ, ‘ભીગે હોઠ તેરે…’ ગીત ગાતા-ગાતા ઠંડે કલેજે ક્રુરતાથી હત્યા કરીને…. તમને વિચારતા કરી મુકે….  લેડી ઇન્વેસ્ટીગેટર સાથેની એ વાત-ચીતમા એની વ્યંડણ બન્યાની કબુલાત… (જેમા ડિરેક્ટરની કરામતથી ભયાવહ ચિત્ર રજુ થાય છે…. યાદ કરો ‘સંઘર્શ’ફિલ્મનો અંત) કદાચ ‘એક વિલન’ નુ રિતેષનુ પાત્ર પણ આના પરથી પ્રેરિત હશે… આ જ ફિલ્મ માટે ‘બેસ્ટવિલન’નો સ્ક્રિન એવોર્ડ કમાનાર પ્રશાંત નારાયણન ખરેખર પ્રશંસનીય અદાકાર છે.

મર્ડર – ૨ જેવી ફિલ્મો કે જેની ટીકા કરનારા લેખકોને ના ગમતી હોવા છતા તેના પાત્રો, ડિરેક્શન અને અદભુત સંગીતને લીધે લોકોના માનસપટ પર હમ્મેશા અંકિત થઈ જાય છે…. 

આપનામાથી ઘણાને માટે આ અતિશ્યોક્તિ હશે માર લેખ પર હસવુ પણ આવ્તુ હશે અને ફિલ્મ અંગેના મારા ટેસ્ટ અને છી..છી એવુ થતુ હશે…પણ મને એવુ બિલકુલ નથી લાગતુ… આભાર

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s