જામનગર – રણમલ તળાવ

વિકાસ કોને કહેવાય એનું તાદ્દ્સ ઉદાહરણ ખાસ કરીને સૌરાષ્ટ્રનાં લોકોને બતાવવું હોઈ તો જામનગર મહાનગર પાલિકાના ભગીરથ પ્રયત્નોની ફલશ્રુતિ સમું ‘રણમલ તળાવ’ બાબતમાં શ્રેષ્ઠ કહી શકાય…!!!

ખરા અર્થમાં જામનગરની શાન બનેલ આ ‘રણમલ તળાવ’ના અદભુત વિકાસના સ્વપ્નદ્રષ્ટા એટલે એક સમયના આપણા મુખ્યમંત્રી અને અત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. ૨૦૦૯મા તત્કાલીન જામનગર મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી ભટ્ટ સાહેબે ટાઈમ્સ ઓફ ઇન્ડીયા સમાચારપત્ર અને આપેલ મુલાકાતમાં આ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી.

ત્યાર બાદ ડીસેમ્બર ૨૦૧૩ની સાલમા આ સમગ્ર પ્રોજેક્ટ શરુ થયો. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૧૪ દરમ્યાન ગુજરાત હાઈકોર્ટે, જામનગરની એક સામાજિક સંસ્થાની આ તળાવ અંગેનાં સરકારના પ્રોજેક્ટ વિરુદ્ધની ફરિયાદને લીધે આખા તળાવના પ્રોજેક્ટ ઉપર મનાઈ હુકુમ લગાવી દીધો હતો. આખરે છેક સુપ્રીમ કોર્ટે આ ફરિયાદનાં કેસને રદબાતલ કરી પ્રોજેક્ટને લીલીજંડી આપેલ.

૨૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે નવીનીકરણ પામેલ ‘રણમલ તળાવ’ને જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું. આ તળાવ અત્યારે ગુજરાતની શાન છે અને અમદાવાદના કાંકરિયા તળાવ બાદનું સૌથી વિકસિત તળાવ છે.

આ અતિભવ્ય અને સુંદર તળાવના નિર્માણ બદલ જામનગર મહાનગર પાલિકાને વર્ષ ૨૦૧૫માં ‘Housing and Urban Development Corporation Limited (HUDCO) – ભારત સરકાર’ તરફથી પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરાયેલ. આ ઉપરાંત હેરીટેજ સ્મારકોની નવીનીકરણ બાબતે પણ જામનગર મહાનગર પાલિકાએ અંદાજીત રૂ.૨.૨૮ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરેલ શહેરના ‘ખંભાળિયા ગેટ’ને પણ દ્વિતીય પુરસ્કાર મળેલ.

અંદાજીત ૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૫૦,૦૦૦ ચોરસમીટરમાં ફેલાયેલ આ સમગ્ર તળાવ પરિસરમાં નવી વિકસાવેલ બાબતોમાં; ૨૮ નવા ઝરૂખા, મુઝીકલ ફુવારા, મલ્ટીમીડીયા લેઝર શો, ઓપન થીએટર, સિન્થેટીક જોગીંગ ટ્રેક, સાયકલીંગ ટ્રેક, કાર ટ્રેક, બોટનીકલ ગાર્ડન, બોટિંગ, દુકાનો, ફૂડ કોર્ટ, સીટી મ્યુઝિયમ, વિશાળ પાર્કિંગ એરિયા, પીવાનાં પાણી માટે વિશાળ વોટર ફિલ્ટરની ખાસ વ્યવસ્થા અને આ સમગ્ર વિસ્તાર ૨૪ કલાક સિક્યોરીટ ગાર્ડસથી સજ્જ વિશાળ ૯ દરવાજાઓથી ફરતી બાજુથી કોર્ડન કરેલ છે. હજુ પણ તળાવની મધ્યમાં આવેલ મ્યુઝીયમની કામગીરી ચાલુ છે.

આમ, જામનગરના આ અદભુત સ્થળની મુલાકાત કરવાની ખુબ મજા પડી. સાથે સાથે નજીકમાં આવેલ સ્થળો જેવાકે ખંભાળિયા ગેટ, ભુજીયો કોઠો(જેમાં રીનોવેશન કામ ચાલુ હોઈ બંધ હતો), શ્રી બાલા હનુમાનજી મંદિર તથા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s