શિયાળાની અડધી રાતે ફિલ્મ ‘ડેવિડ’ જોઇને પરત ફરતા થયેલ અનુભવ…!!!

જ્યારે તરંગી અને જુસ્સા સાથે કોઈ નિર્ણય લઈએ તેની શું પરાકાષ્ટા આવે તેનું એક ઉદાહરણ મારી સાથેનો એ ઘટનાક્રમ…! કદાચ એ રાત જીવનભર યાદ રહેવા જ ઘટેલી…!

વર્ષ હતું ૨૦૧૩ અને ફેબ્રુઆરીની બરાબરની શીતળતા ચરમ પર હતી. મારા માટે જીવનની ઘણી ઘટમાળાઓ સર્જાવાની હતી, જે જીવનને અલગ ક્ષિતીજ સુધી દોરી જશે એવી આભાષી હતી. મારા માટે ફિલ્મોનું જુનુન કે કહો ગાંડપણ એ હદે વધતું જતું હતું કે લગભગ દર રવિવારે સિનેમા હોલની મુલાકાત લેતો. એવામાં ફિલ્મ આવી ‘ડેવિડ’.

દિગ્દર્શક બિજોય નામ્બિયાર કરતા વધુ મહત્વનું મારા માટે ફિલ્મનું ગેબી સંગીત અને મારો ગમતો કલાકાર ‘વિક્રમ’. તો ફિલ્મ રીલીઝ થઇ… અને ઓફબીટ ફિલ્મ હોવાને લીધે અમારા ગામ જુનાગઢમાં એક મલ્ટીપ્લેક્સ હોવાને લીધે અઠવાડિયા બાદ લાગી તો ખરી પણ… પેલા દિવસે જ ૧૦ લોકો પણ નાં થયા…શો રદ… નિરાશા સાથે હું પાછો ફર્યો.

બીજા દિવસે ફરી એ જ ધક્કો ખાવા ૩ કિમી. ચાલીને ગયો… પરિણામ એ જ… અને આખરે ત્રીજી વાર જતા ૧૫ લોકો સાથે ફિલ્મનો શો શરુ થયો… ઉપસ્થિત સૌએ એકબીજાનો આભાર માન્યો. પણ મારા માટે તકલીફ એ હતી કે ફિલ્મનો એક જ શો હતો રાતે ૧૦ વાગ્યાનો… જે અંદાજીત રાતે ૧ વાગે પૂરો થાય અને મારે ૩ કિમી ચાલીને ઘરે જવાનું હતું…! પણ મારી અંદરનું ફિલ્મનું જનુન એ હદનું હતું કે મે આ જોખમ ખેડીને પણ ફિલ્મ જોવાનું પસંદ કર્યું…!

બીજોયની ફિલ્મ હોય અને ડાર્ક થીમ હોવાની જ… પણ નીલ નીતીનની વાર્તા સાથેનું અદભુત બેકગ્રાઉન્ડ સ્કોર રૂવાંડા ઉભા કરી દે તેવું અદભુત હતું…  ડેવિડ નામનાં ૩ અલગ-અલગ લોકોની અલગ-અલગ વાર્તા કઈ રીતે એક તાંતણે બંધાય છે એના પર આ ફિલ્મ… ‘ગુમ હુએ’, ‘યુ હી રે’ અને ‘તેરે મેરે પ્યાર કી’ જેવા અદભુત ગીતો સાથે માણવા લાયક બની રહ્યું…! ફિલ્મ પૂરી થઇ અને મારી પરીક્ષા શરુ…!

જુનાગઢમાં ત્યારે લુખ્ખાગીરીનો આતંક ખુબજ હતો. લોકો જરૂર પડ્યેજ મોડી રાતે અમુક વિસ્તારોમાં નીકળતા. પોલીસનું પેટ્રોલિંગ પણ ઓછુ થતું. રસ્તા પર જતા લોકોને માર મારી લુંટી લેવાની ઘટનાઓ બનતી. માટે હું મારી સાથે જરૂર પુરતા પૈસા જ લઈને ગયેલ. મોબાઈલ લઈને નહતો ગયેલ. વધારામાં કુતરા કરડવાના હદબારનાં બનાવો અવાર-નવાર બનતા જેથી રાતે નીકળતા લોકો ડરતા. આમ મારા ફિલ્મી જુનુંને મને આ ભયંકર પરિસ્થિતિમાં મૂકી દીધો…!

તો સુરજ સીનેમાંથી લગભગ ૧૦૦ મીટર ચાલ્યો ત્યાંજ બધા વાહનો અદ્રશ્ય થઇ ગયા… હવે તો ફક્ત રાતના ચોકીદારો,ભેંકાર વાતાવરણ, ભયંકર ઠંડી અને મનનો ભય….આ સતત સાથે હતા. પણ ઘરે તો પહોંચવું જ હતું. રીક્ષા મળવાના કોઈ ચિન્હો નાં દેખાતા મેઈન રોડ પર ચાલવાનું ચાલુ કર્યું… ભૂતનાથ મંદિર પાસે પહોંચી મનોમન ભગવાનને યાદ કરી આગળ વધ્યો.

એટલામાં ૨-૩ બાઈક સવાર સામેથી ઘસી આવ્યા…! એ લોકોને જોઇને મનનો ડર વધ્યો પણ મે હિમ્મત રાખી ચાલવાનું રાખ્યું. એ લોકો જતા રહ્યા, મનમાં હાશકારો થયો. પણ હજી ગુરુકુળ પાસે જ પહોચ્યો હતો. હજી ઘણી મજલ કાપવાની બાકી હતી, ત્યાં ટાઉનહોલ પાસેના ચોકમાં પહોંચતા જ ૧૨ થી ૧૫ કુતારાઓનું ભયંકર યુધ્ધ ચાલી રહ્યું જોઈ મે મારી ચાલવાની ઝડપ વધારી…! થોડા સમય બાદ હું ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો, હવે કાળવા ચોક પહોચ્યો… એક પણ દુકાન ખુલ્લી નહતી. રાતના લગભગ ૧:૩૦ જેવું થવા આવ્યું હશે..!

હજુ ૧ કીલી. જેટલું અંતર બાકી હતું પણ હવે મારા માટે સૌથી ભયંકર વિસ્તાર આવવાનો હતો જ્યાં રાત્રીના કુતરા કરડવાના ભયથી હું ભાગ્યે જ નીકળતો. દર ૧૦૦ મીટરે ૧૨-૧૫ કુતારાઓનું ઝુંડ રાહદારીઓને અને વાહન ચાલકોને આવકારવા તૈયાર જ રહેતું. અને હું શું કરવું એવા વિચારોમાં ત્યાં થોડી વાર ઉભો રહ્યો. ત્યાં મને એક વિચાર આવ્યો, જવાહર રોડ થઈને જાઉં, જે ખરેખર મારા માટે લાંબો રસ્તો હતો પણ હું ત્યાં તરફ વળ્યો…!

જવાહર રોડ પર ઝડપથી ચાલવા લાગ્યો અને લાંબુ અંતર કાપતા લીમડા ચોક પહોચ્યો. ત્યાં થોડા કુતરાઓ જોઇને હું ભયભીત થયો…અને અચાનક એક કુતરું મારી નજીક આવવા લાગ્યું… મારા હૃદયના ધબકારા વધી ગયા…અને મે હિમ્મત બતાવી તેની સામે હુંકાર ભરી…!!! એ ભાગી છૂટ્યું…!!! મારા માટે આ એક અદભુત ક્ષણ હતી..પણ હવે જલ્દી ઘરે પહોંચવું જરૂરી હતું. મે મારી ચાલવાની ઝડપ વધારી અને આખરે ૨ વાગ્યે હું હેમખેમ ઘરે પહોંચી ગયો.

ત્યાર બાદ નક્કી કર્યું કે કોઈ દિવસ એકલું છેલ્લા શોમાં મુવી જોવા નઈ જવાનું…હાહાહા… હજુ પણ મારી પાસે વાહન નથી…! માટે હું ફિલ્મ જોવા છેલ્લા શોમાં જતો નથી…!

 

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s