સ્પાઈડરમેન : હોમકમિંગ – બાળપણની યાદોની પથારી ફેરવતી ફિલ્મ…!!!

(નોંધ : આ રીવ્યુ નથી પણ અંગત અનુભવો અને મંતવ્ય છે. આપનો દૃષ્ટિકોણ આ અંગે અલગ હોઈ શકે…!)

તો વર્ષ ૧૯૯૩મા આવેલ ફિલ્મ ‘દામિની’ કે જેમાં એક સમયના સુપરસ્ટાર ગણાતા ઋષિ કપૂર લીડ રોલમાં હતા પણ આ ફિલ્મને આજે પણ લોકો, ફિલ્મના મહેમાન કલાકાર સન્ની દેઓલના લીધે યાદ રાખે છે…! ૭/૭/૨૦૧૭ના રોજ ભારતમાં રીલીઝ થયેલ ફિલ્મ ‘સ્પાઈડરમેન : હોમકમિંગ’ ને પણમહેમાન કલાકાર, ‘રોબર્ટ ડાઉની જુ.’ને લીધે જ મારા જેવા અમુક થોડા અંશે યાદ રાખશે…! કેમકે આ ફિલ્મ એ મારા મતે ‘બંડલનાં પેટની’ હતી…!

જેમ ઉપર લખ્યું છે એમ, ‘સ્પાઈડરમેન’ મારો પણ ફેવરેટ સુપરહીરો હતો. ૨૦૦૨મા સૌપ્રથમ વાર જુનાગઢના જાજરમાન એવા ‘પ્રદીપ’ સિનેમામાં ફિલ્મ સ્પાઈડરમેન જોઈ ત્યારે હું આઠમું ધોરણ ભણતો, પપ્પા સાથે જોયેલ એ ફિલ્મનાં ઘણા દ્રશ્યો હજી પણ નજર સામે તરી આવે છે. એ કરોળિયાનું કરડવું, પહેલી વાર હીરોને ખુદમાં એક શક્તિ છે એવું અહેસાસ થવો, હીરોનો ક્યુટ ક્રશ, ખૂંખાર વિલન, હીરોના પ્રેમાળ અંકલ-આંટી અને હીરોનો પરમ મિત્ર…! આ ફિલ્મે કદાચ મારા જેવા અનેક બાળકોને એક અલગ દુનિયાની અજાયબીઓમાં ડોકિયું કરાવેલ.

પીટર પાર્કર બનતો અભિનેતા ટોબે મેગ્વેઈર ‘સ્પાઈડરમેન’નું મેસ્કોટ જ બની ગયેલ. ૨૦૦૨મા ૧૩૯મિલિયન ડોલરમાં બનેલ ફિલ્મે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અધધ ૮૨૧ મિલિયન ડોલર જેટલી કમાણી કરી અને પછી તેની સિકવલ બનતી ગઈ…! ત્યારબાદ આવેલ બંને ભાગ સ્પાઈડરમેન સીરીઝના ઉત્કૃષ્ઠ ભાગ રહ્યા. એમાં પણ ત્રીજા ભાગમાં જે નવીનતા અને વાર્તાના વણાંકો ફિલ્માવેલા એ મને તો ખરેખર ગજબ લાગેલ. દૈત્ય સ્પાઈડરમેન પણ હોઈ શકે એ દર્શાવતો ૨૦૦૭મા આવેલ એ ભાગ મારો ફેવરેટ હતો…!

વર્ષો બાદ એવો નિર્ણય લેવાયો કે સ્પાઈડરમેનનાં પાત્રને ફરી સજીવન કરીએ અલગ અંદાજમાં, આધુનિક યુવા સ્વરૂપમાં અને નવા કલાકારો સાથે…! મોટાભાગના સ્પાઈડરમેન ફેન્સને થયું કે આ ખોટું થાય છે પણ અંતે ૨૦૧૨મા ફિલ્મ બની ‘ધી અમેઝિંગ સ્પાઈડરમેન’ તથા ૨૦૧૪મા આવેલ એનો બીજો અને અંતિમ ભાગ…! નવા રૂપરંગ સાથેનો નવો સ્પાઈડી એન્ડ્રુ ગારફીલ્ડ અને તેની ફૂટડી ગર્લફ્રેન્ડમાં (સોલીડ બ્યુટી) એમ્મા સ્ટોન. નવા વિલ્ન્સ અને આધુનિક લહેકા સાથેની આ સીરીઝ પણ મને ગમી. એમાય ધી અમેઝિંગ સ્પાઈડરમેનનો કલાઇમેકસ…. સુપર્બ …! પણ ઘણા બધા લોકોએ આ સીરીઝને નબળી અને અસહ્ય ગણી. અંતે ‘માર્વેલ’વાળાને આ નવા સ્પાડીને પણ બદલવાનો વિચાર આવ્યો…!

‘માર્વેલ’ની ‘એવેન્જર્સ’ની ભવ્ય સફળતાથી પોરાઈને(પ્રેરાઈને) આવનારી અમુક ફિલ્મોમાં બધા સુપરહીરોને ભેગા કરવાનો ખતરનાક કન્સેપ્ટ આવ્યો…! અને ૨૦૧૬માં આવેલ ‘કેપ્ટન અમેરિકા – સિવિલ વોર’ ફિલ્મ કે જેમાં ઘણા બધા સુપરહીરો-હિરોઇન્સની વચ્ચે યુવા ‘સ્પાઈડરમેન’નું નવું પાત્ર સર્જી રીતસરનો ફિલ્મમાં ઘુસાડવામાં આવ્યો…! લોકોને એ ગમ્યો અને હાલ્યું…. એ હાલો નવેસરથી નવો સ્પાઈડી બનાવી જ કાઢીએ અને આ કુવિચારની કસુવાવડ એટલે ‘સ્પાઈડરમેન : હોમકમિંગ’ કે જે મારા મતે અત્યાર સુધીની સ્પાઈડરમેન સિરીઝની સૌથી ખરાબ, થર્ડ ક્લાસ અને રીપીટ… ‘બંડલનાં પેટની’ છે. પણ..પણ…પણ… આંતરરાષ્ટ્રીય સ્તરે આ ફિલ્મના ભરી ભરીને વખાણ થઇ રહ્યા છે (જોવો ફોટામાં IMDB અને અન્ય રેટિંગસ)…!!!

Screenshot_2017-07-09-00-00-40-1

ગયા શનિવારે મે ‘Transformers : The last knight’,અને આ ફિલ્મને લોકોએ જે હદે વખોડી…. પણ મને એ હજી પણ સહ્ય લાગી…! તો હારો સવાલ ઈ થાય કે મારો ટેસ્ટ બગડી ગયો કે મગજ બેર મારી ગયો…! જે હોય તે પણ ‘સ્પાઈડરમેન : હોમકમિંગ’માં ટોની સ્ટાર્કનાં અમુક સીન્સ જ ફિલ્મને સહ્ય બનાવે છે અને આયર્ન મેનની સામે સ્પાઈડરમેન બધી રીતે વામણો દેખાય છે. આ છોકરડાં સ્પાઈડરમેનની વાહિયાત હરકતો જોઇને મારી મગજની નસો ખેચાઈ ગઈ…! અને વિલન પણ દમ વગરનો… અરે કમસે કામ એક મસ્ત હિરોઈન લાવ્યા હોત (Transformersની જેમ) તો પણ કઈક રસ જળવાત…! પણ ભૂંડળાનાં મોઢાથી પણ ભૂંડી હિરોઈન જોઈ છેલ્લે તો માથું કુટવાનું જ બાકી રહ્યુંતું…!

તો… આ ભયાનક રીતે કંટાળાજનક ફિલ્મ જોઈ મારા જેવા સ્પાઈડરમેનનાં ચાહકનું મન ખિન્ન થઇ ગયું… !

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s