જગ્ગા જાસુસ : ભારતીય સિનેમાની વધુ એક સુંદર અને સફળ પ્રાયોગિક ફિલ્મ…!!!

ટ્રેલર જોયા બાદ આ ફિલ્મ પ્રત્યે મને ખુબજ ઉત્સાહ હતો, પણ ફિલ્મ રીલીઝ થયા બાદ જ્યારે અમુક રીવ્યુઝ વાંચ્યા ત્યારે થયું કે હદ છે યાર, એક સારી હિન્દી ફિલ્મ જોવા હજી કેટલી રાહ જોવી પડશે. સામી બાજુ અચાનક એવા રીવ્યુઝ પણ નજરે ચડ્યા જેને આ ફિલ્મને ભરપુર વખાણી અને ખાસ જોવા જવા સલાહ આપી. અંતે અવઢવ વચ્ચે ફિલ્મ આજે જોઈ કાઢી અને બોસ જે મજા આવી છે…!!! અદભુત…!!!

 
તો માર્ચ ૨૦૧૪માં શરુ થયેલ રણબીર-કૈટરીના અભિનીત અને અનુરાગ બાસુ દિગ્દર્શિત ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ આખરે ૧૪ જુલાઈ ૨૦૧૭ના રોજ રીલીઝ થઈ. આ દરમ્યાન ફિલ્મને કેટકેટલાં ગ્રહણ લાગ્યા. જેમાં સૌથી મોટું ગ્રહણ હતું, રણબીર-કૈટરીનાનું (દુ:ખદ) બ્રેક-અપ. આ ઉપરાંત ડીઝની અને UTV વચ્ચે પણ રીતસરની તલવારો ખેંચાઈ ગઈ. જે હોય તે પણ ડીઝનીના અદભુત ‘ટચ’ વાળી વધુ એક સુંદર હિન્દી ફિલ્મ જોવા તો મળી.
 
ફિલ્મમાં મોટાભાગના લોકોને સૌથી ના ગમતી વાત હીરોનું ગીત ગાતા ગાતા સંવાદો કહેવાનું અને અટપટી વાર્તા. જોકે અમુક રીવ્યુઝ્માં એવું કહેલ કે ફિલ્મમાં વાર્તા જ નથી…!!! (મને તો વાર્તા દેખાણી અને અનુભવી પણ….હાહાહા) અમુકને વળી કૈટરીના ના ગમી…!!! (મને તો અનહદ ગમી… પણ હા, જો કરીના કપુર રણબીરની બહેન ના હોત તો આ રોલ માટે એ બેસ્ટ ચોઈસ ગણાય…! એનો મતલબ એ કે કૈટરીના ને કદાચ રિપ્લેસ કરી શકાત પણ રણબીરને તો નહિ જ…!) ફિલ્મની લંબાઈ બાબતે પહેલા દીવસે અમુક વાતો વહેતી થયેલ કે કંટાળાજનક છે, તો એના તાત્કાલિક પગલા સ્વરૂપે ડાયરેક્ટર અનુરાગ બાસુએ(ફિલ્મ ‘શિવાય’ની જેમ) રીલીઝ થયા બાદ પણ ઘણું ખરું એડીટીંગ ફરીથી કર્યું છે…!!!
 
હવે વાત ફિલ્મની સારી બાબતોની તો, ત્રણ વ્યક્તિના એક સરખા અને એક સાથે જ વખાણ કરવા પડે એક તો રણબીર કપૂર બીજા અનુરાગ બાસુ કે જેઓ ફિલ્મના ડીરેકટર છે અને ત્રીજા, રવિ વર્મન કે જેઓ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. ફિલ્મને સુંદર અને સહ્ય બનાવવામાં આ વ્યક્તિઓનો ઉત્તમ ફાળો છે. પ્રીતમે રચેલા બે ગીતો ‘ફિર વહી…( https://www.youtube.com/watch?v=AEyZHaW_tnw)’ અને ‘મુસાફિર…( https://www.youtube.com/watch?v=4qRIybSIHaI)’ ખુબ જ સુંદર અને કર્ણપ્રિય છે.
 
રણબીર આ ફિલ્મને એ લેવલે લઇ જાય છે કે તમે ખરા અર્થમાં તેને બિરદાવશો જ. હું આ ફિલ્મ જોવા ગયો તેનું એક કારણ રણબીર જ છે. રણબીરની અદાકારીના તો ફિલ્મના ટીકાકારોએ પણ વખાણ કર્યા જ છે. કૈટરીનાએ એકટીંગ કરી નથી અને તેને આવડતી પણ નથી એ હવે આખા દેશને ખબર છે. પણ એને પડદા પર જોવી તો ગમે જ…! રણબીરના પિતા બનતા સાસ્વત ચેટરજી પણ તમારા મનમાં ગજબ છાપ છોડી જાય છે. ડીરેકટરે ફિલ્મની શરૂઆતમાં રણબીરનાં બાળપણની ભૂમિકામાં બાપ-દીકરાની વાર્તાને ગજબની બાંધી છે…!
 
રવિ વર્મનને ફિલ્મ ‘બરફી’માં અનુરાગ લાવ્યા હતા અને તેની કમાલની ફોટોગ્રાફીને લીધે એવોર્ડના ઢગલા પણ થયેલ ૨૦૧૨મા. બોસ, રવિ વર્મનના કચકડે કંડારાયેલ આ ફિલ્મ, મે અત્યારસુધીમાં જોયેલ બોલીવુડની તમામ સર્વશ્રેષ્ઠ સુંદર ફિલ્મોમાંની એક છે… અદભુત…! એક એક ફ્રેમ ગજબ છે, અમુક દ્રશ્યો તો એટલા જોરદાર છે કે થિયેટરમાં વાહ અને અદભુતની દાદ પણ સાંભળવા મળી.
 
આ ઉપરાંત ફિલ્મમાં જ્યારે પણ કંટાળો આવવા લાગે કે તરત જ કઈક અલગ એડવેન્ચર કે નવી બાબત આવી જાય અને રસ જળવાતો રહે. ફિલ્મની સર્વશ્રેષ્ઠ બાબત જો મને લાગી હોય તો ફિલ્મ બરફી’ની જેમ જ શરૂઆતમાં આવતું ગીત… ‘પિક્ચર શરુ…’ આ ખાસ સાંભળજો અને શક્ય હોય તો પાંચ મિનીટ વહેલા પહોચી જજો હોલમાં અને ડીટ્ટો જ્યારે તમને પણ એમ લાગે કે હવે બ્રેક જરૂરી છે ત્યારે જ કૈટરીના બોલે…’બોર હો ગયે… ચલો એક બ્રેક લે લેતે હૈ…” વાહ, અનુરાગ બાબુ…!
 
ભારતીય સિનેમા(જેમાં તમામ ભાષાની ફિલ્મો આવી ગઈ..!) હવે એ ઊંચાઈ પર પહોંચી ગયું છે જેમાં ‘જગ્ગા જાસુસ’ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની અને અલગ પ્રકારની ફિલ્મો કોમર્શીયલ કલાકારો દ્વારા ભજવાય છે અને લોકો પસંદ પણ કરે છે. હા, પણ એટલું તો કહેવું જ પડે કે, આ ફિલ્મ જેટલી ગજબની સુંદર છે એટલી જ જો મનોરંજક પણ હોત તો કદાચ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકી હોત. જે હોય તે પણ ફિલ્મ લોકોને પસંદ તો આવી જ છે. જબરજસ્ત મનોરંજનનું તત્વ નાં હોવા છતાં ફિલ્મમાં એકંદરે લોકોને કંટાળો આવતો નથી, જેથી જુનાગઢ જેવા શહેરોમાં પણ ટીકીટ બારી પર લાઈન જોઈ શકાય છે.
 
અને છતાં પણ આટ-આટલા અને અલગ રીતના ગીત-સંગીતનાં બોલીવુડ માટે પણ પ્રાયોગિક (અને જોખમી) ફોરમેટમાં મજા નાં આવી એવું લાગે તો એ સમજવું કે અપ્રિતમ ‘ગુજરાતી સંગીત-નાટ્ય’ નાં હિન્દી સ્વરૂપને આપે માણ્યું જે સાહિત્યનો એક અમુલ્ય વારસો જ છે…!!!
Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s