ખુશી…!!!

1

મળવાની અને ભેટવાની ખુશી,
ક્ષણોમાં સાથે રહયાની ખુશી,

વેવલા બનીને છેતરાયાની ખુશી,
કદી ના મળવાના સાથની ખુશી,

વ્યવહારુ ના બની શક્યાની ખુશી,
ખુલીને હસવા-રડવાના કલેજાની ખુશી.

બીજાની ખુશીમાં ખુશ રહેવાની ખુશી,
બીજાના દુઃખમાં સામેલ થયાની ખુશી,

કાલની ખુશીને વાગોળવાની ખુશી,
આજના દુઃખને ભૂલી જવાની ખુશી,

લાગણીના અંકુર ફૂટયાની ખુશી,
ભગ્નતાના પરિણામની ખુશી.

આંખોની વાતોના શમણાની ખુશી,
રુદનના હાસ્યના આક્રંદની ખુશી;

– મિહિર

Advertisements

અંતર…!!

કોણ જાણે કેમ આ થયું,
વાતો બાજુ પર રહી બધી;
નજરુંના રૌદ્ર સમરાંગણમાં,
અંતરનું અંતર વધી ગયું.

મહિનાઓ અને વર્ષો નહિ,
આ તો યુગો જેવું ભાષે;
ઘડીભરમાં શું થયું એવું,
અંતરનું અંતર વધી ગયું.

કળી ના શકાયું કોઈ કાળે,
જે થયું એ ટાળી ના શકાયું;
આજની-કાલની ભાન ભુલાઈ,
અંતરનું અંતર વધી ગયું.

સમયની એરણે ઉણો ઉતર્યો,
પણ આશા કેરો સૂર્ય ઉગ્યો;
ખિન્ન થઈને મન મનાવ્યું અને,
અંતરથી અંતરને જ વેતર્યુ.

– મિહિર 

યાદ આવ્યું…!!!

સવારની ભીની સુગંધ સાથે,
ઉષ્માની ઓચિંતી હાજરીથી;
સમયની તવારીખો બદલી,
અને કઈંક યાદ આવ્યું…!
 
રસ્તે ચાલતાં પગરવ નિહાળી,
ધીમા સાદના ગુંજારવથી;
યાદોનું ઘોડાપુર આવ્યું,
અને કઈંક યાદ આવ્યું…!
 
ચહેરાઓના વૃંદમાં ભળતા,
નજરુંના ત્રાટકના ભાસથી;
લાગણીનો ધોધ વરસ્યો,
અને કઈંક યાદ આવ્યું…!
 
અદર્શનની હયાતી જાણી,
મોંને સજાવાતાં, મનને ટકોરતાં;
આવી જવાયું દુન્યવી માયામાં;
યાદોનું સદેહે તર્પણ કર્યું…!
 
– મિહિર
 
#વાસંતી_વાયરો

શમણાં

વિચારોના વૃંદાવનમાં મહાલતા,
આવી ચડે કોઈ કુણું શમણું;
નિંદ્રાની તંદ્રામાં એ ખીલતું,
હસવાતું-રડાવાતું-મનાવતુ.
 
એ ઝાંઝવા તણું ભાસે ક્યારેક ,
પણ મનને ખુબ લલચાવતું;
જિજીવિષાનો પર્યાય બનતું,
ઉદયની એ વાત જણાવતું.
 
તો આ મહેરામણને પામવું કે છાંડવું,
આ આસ્વાદને માણવો કે તજી દેવો;
જીવનની ઘટમાળને આમ જ માણતા,
ચાલને આ શમણાંનું જ કરીએ સ્વત્વાર્પણ.
 
– મિહિર

 

ભારતની શાન સમું ‘મહાત્મા ગાંધી મ્યુઝિયમ, રાજકોટ’…!!!

ગુજરાત એ ગાંધીજીની જન્મ ભૂમિ તેમજ કર્મ ભૂમિ છે. ગાંધીજીએ પોતાના જીવનના મહત્વના વર્ષો જયાં પસાર કરેલ અને પોતાનો અભ્યાસ કરેલ એવી એક સમયે આલ્ફ્રેડ હાઈસ્કુલ તરીકે, ત્યારબાદ મોહનદાસ ગાંધી વિદ્યાલય તરીકે ઓળખાયેલ ભવ્ય ઇમારત હવે મ્યુઝિયમ તરીકે જાહેર થયેલ. 30 સપ્ટેમ્બર 2018ના રોજ આ મ્યુઝિયમને ભારતના વડાપ્રધાન દ્વારા ખુલ્લું મુકાયેલ જે જયુબેલી ચોક, રાજકોટ ખાતે આવેલ છે.Read More »

क्या Venom ही Ghoul है…???

પેલા એક આડ વાત – ઘણા સમય પછી લખી શકાયું તો એ બદલ ખુદને અભિનંદન…!!! અમુક વાર કેટલીક અદભુત ફિલ્મો કે વેબ સિરીઝ જોયા બાદ તેના વિષે થોડું લખવા અંગે ચાનક પણ ચડે પણ ભયંકર આળસુ અને મનમૌજી પ્રકૃતિ હોઈ એ અંગે કશું નક્કર લખાયું નહિ. પણ છેલ્લા થોડા સમયમાં અનુભવેલી અને જોયેલી કેટલીક અદભુત કૃતિઓ વિષે હવેની બે-ત્રણ લેખમાળામાં હાગમટે જ લખી નાખવું છે.

Read More »

ટાઈગર ઝીંદા હૈ – બોસ… ફૂલ્ટુ ધમાલ… પૈસા વસુલ…!!!

‘ટાઈગર ઝીંદા હૈ’ એ ખરા અર્થમાં જબરદસ્ત મનોરંજક ફિલ્મ છે જે અબાલ-વૃદ્ધ સૌને ગમી રહી છે અને એટલે જ તો ત્રણ દિવસમાં ૧૧૪ કરોડથી પણ વધુની જંગી કમાણી કરી ચુકી છે. ફિલ્મના ઘણા દ્રશ્યો એવા છે કે જે જોઇને મારા જેવાને પણ રીતસરની સીટીઓ પાડવાની ઈચ્છા થઇ ગયેલ…!!! એમાય સલમાનની એન્ટ્રી… ધમાલ…!!! હા, હું સલમાન ભક્ત નથી કે કૈટરીનાનો આશિક પણ નથી છતાં આ ફિલ્મમાં બન્નેએ જે રીતે જબરજસ્ત કામ કર્યું છે એ કાબિલેદાદ છે જ…બ્રાવો…!!!

Read More »