પ્રેમ…!!!

પેલી જ વાર જોઈને થયુ તને પ્રેમ કરું,
દિવાસ્વપ્નમાં પણ તારા વિચાર કરું;

દુનિયા મેલીને પણ તને જ જોયા કરું,
ભાયું-દોસ્તારું હાઈરે તારો ઝગડો કરું;

ખુદને ભુલી હરહંમેશ તને જ યાદ કરું,
અને આ બધી ભુલો વારંવાર કર્યા કરું;

પણ જ્યારે ખરેખર આ બધા વિચાર કરું,
તો ભાન થાય, બસ જમણને જ પ્રેમ કરું.

-મિહિર

Advertisements

‘રોજ’

સવાર થાય અને પડે રાત રોજ,
આમ જ દિવસો પસાર થાય રોજ;

લાગણીઓનો આભાસ થાય રોજ,
અંતે એ જ દુન્યવી ધટમાળ રોજ.

યોગ્યતા અને નસીબ ઝગડે રોજ,
અંતે તો ખુદની જ હાર થાય રોજ;

સંબંધો ઓઈલ-ગ્રીસ માંગે રોજ,
કોઈ ખોટકાઈ તો કોઇ નિવડે રોજ.

વિચારોનાં વમળમાં ખોવાય રોજ,
થાકી-કંટાળી કામ પર લાગે રોજ;

પોતાના જીવનની મહ્ત્તા આંકે રોજ,
અન્યોના પડાવો જોઈ જીવ બાળે રોજ.

– મિહિર

હું અને તું…!!!

મારી એ દુનિયામાં બે જ લોકો હું અને તું,
હસતા-રડતા પણ સાથે રેતા હું અને તું;

વિરહના વરસાદેય ભીંજાતા હું અને તું,
રાત-દી પ્રેમ તણી હુંફ પૂરતાં હું અને તું;

પ્રસંગો નેવે મેલી ફરવા જતા હું અને તું,
રાસ હોય કે ભાંગ સાથે ઘુમતા હું અને તું;

તડકો હોય કે છાંયો મસ્ત રેતા હું અને તું,
રોજ નવો મીઠો ઝગડો કરતાં હું અને તું;

કુદરતનાં ન્યાય તળે ના રહ્યા હું અને તું,
પણ આજેય તારામાં હું ને મારામાં છે તું.

– મિહિર

જગ્ગા જાસુસ : ભારતીય સિનેમાની વધુ એક સુંદર અને સફળ પ્રાયોગિક ફિલ્મ…!!!

ટ્રેલર જોયા બાદ આ ફિલ્મ પ્રત્યે મને ખુબજ ઉત્સાહ હતો, પણ ફિલ્મ રીલીઝ થયા બાદ જ્યારે અમુક રીવ્યુઝ વાંચ્યા ત્યારે થયું કે હદ છે યાર, એક સારી હિન્દી ફિલ્મ જોવા હજી કેટલી રાહ જોવી પડશે. સામી બાજુ અચાનક એવા રીવ્યુઝ પણ નજરે ચડ્યા જેને આ ફિલ્મને ભરપુર વખાણી અને ખાસ જોવા જવા સલાહ આપી. અંતે અવઢવ વચ્ચે ફિલ્મ આજે જોઈ કાઢી અને બોસ જે મજા આવી છે…!!! અદભુત…!!!

Read More »

સ્પાઈડરમેન : હોમકમિંગ – બાળપણની યાદોની પથારી ફેરવતી ફિલ્મ…!!!

(નોંધ : આ રીવ્યુ નથી પણ અંગત અનુભવો અને મંતવ્ય છે. આપનો દૃષ્ટિકોણ આ અંગે અલગ હોઈ શકે…!)

તો વર્ષ ૧૯૯૩મા આવેલ ફિલ્મ ‘દામિની’ કે જેમાં એક સમયના સુપરસ્ટાર ગણાતા ઋષિ કપૂર લીડ રોલમાં હતા પણ આ ફિલ્મને આજે પણ લોકો, ફિલ્મના મહેમાન કલાકાર સન્ની દેઓલના લીધે યાદ રાખે છે…! ૭/૭/૨૦૧૭ના રોજ ભારતમાં રીલીઝ થયેલ ફિલ્મ ‘સ્પાઈડરમેન : હોમકમિંગ’ ને પણમહેમાન કલાકાર, ‘રોબર્ટ ડાઉની જુ.’ને લીધે જ મારા જેવા અમુક થોડા અંશે યાદ રાખશે…! કેમકે આ ફિલ્મ એ મારા મતે ‘બંડલનાં પેટની’ હતી…!Read More »

શિયાળાની અડધી રાતે ફિલ્મ ‘ડેવિડ’ જોઇને પરત ફરતા થયેલ અનુભવ…!!!

જ્યારે તરંગી અને જુસ્સા સાથે કોઈ નિર્ણય લઈએ તેની શું પરાકાષ્ટા આવે તેનું એક ઉદાહરણ મારી સાથેનો એ ઘટનાક્રમ…! કદાચ એ રાત જીવનભર યાદ રહેવા જ ઘટેલી…!Read More »

જામનગર – રણમલ તળાવ

વિકાસ કોને કહેવાય એનું તાદ્દ્સ ઉદાહરણ ખાસ કરીને સૌરાષ્ટ્રનાં લોકોને બતાવવું હોઈ તો જામનગર મહાનગર પાલિકાના ભગીરથ પ્રયત્નોની ફલશ્રુતિ સમું ‘રણમલ તળાવ’ બાબતમાં શ્રેષ્ઠ કહી શકાય…!!!

Read More »