પ્રેમ…!!!

નથી સમજવા થોથા ને ડોબા;
મારે તો માણવું આ પ્રેમ કાવ્ય,

નથી જોવી દુન્યવી ઝાકમઝોળ; 
તારી આંખો પર થવું ઓળઘોળ,

નથી સાંભળવા વીણા-શરણાઈ;
તારી વાતો મારે મન અમૃતવાણી.

– મિહિર

22893951_1669455536444276_8160119286287824154_n

Advertisements

ઘણું…!!!

યાદ આવી એ જ ઘણું;
સપનાં સેવ્યા એ જ ઘણું,

નજરું મળી એ જ ઘણું;
વાત નિકળી એ જ ઘણું,

હવે, મળીએ તો ઘણું;
વાત કરીએ તોય ઘણું,

ભુલોને ભુલીએ તો ઘણું;
હૈયું ધરીએ તોય ઘણું,

પ્રેમ નહી તો પ્રેમ જેવું;
નાટક કરીએ તોય ઘણું.

-મિહિર

ચાલને થોડું જીવી લઉં…!!!

આખી દુનિયાની નિતનવી ઉપાધિ મુકી;
મારી દુનિયામાં, ચાલને થોડું જીવી લઉં.

આ સંબંધોના તાંતણા ઉકેલવાનું મેલી;
અંતરના સંબંધે, ચાલને થોડું જીવી લઉં.

પૈસા-પ્રસિદ્ધિ મોજ-શોખની ચિંતા ભુલી;
સનાતન સતથી, ચાલને થોડું જીવી લઉં

કાલ ગઈ ને કાલ આવશે એ અવગણી;
આજ ને માણી, ચાલને થોડું જીવી લઉં.

પ્રભુ પાસે હંમેશા માંગ-માંગ ના કરી;
આભાર માની, ચાલને થોડું જીવી લઉં.

રોજે-રોજ અન્યોને ખુશ રાખવાનું છોડી;
આજે મારા માટે, ચાલને થોડું જીવી લઉં.

એકલો જ આવ્યો તો એકલો જ જવાનો;
એ માની ને જ, ચાલને થોડું જીવી લઉં.

– મિહિર 

પ્રેમ…!!!

પેલી જ વાર જોઈને થયુ તને પ્રેમ કરું,
દિવાસ્વપ્નમાં પણ તારા વિચાર કરું;

દુનિયા મેલીને પણ તને જ જોયા કરું,
ભાયું-દોસ્તારું હાઈરે તારો ઝગડો કરું;

ખુદને ભુલી હરહંમેશ તને જ યાદ કરું,
અને આ બધી ભુલો વારંવાર કર્યા કરું;

પણ જ્યારે ખરેખર આ બધા વિચાર કરું,
તો ભાન થાય, બસ જમણને જ પ્રેમ કરું.

-મિહિર

‘રોજ’

સવાર થાય અને પડે રાત રોજ,
આમ જ દિવસો પસાર થાય રોજ;

લાગણીઓનો આભાસ થાય રોજ,
અંતે એ જ દુન્યવી ધટમાળ રોજ.

યોગ્યતા અને નસીબ ઝગડે રોજ,
અંતે તો ખુદની જ હાર થાય રોજ;

સંબંધો ઓઈલ-ગ્રીસ માંગે રોજ,
કોઈ ખોટકાઈ તો કોઇ નિવડે રોજ.

વિચારોનાં વમળમાં ખોવાય રોજ,
થાકી-કંટાળી કામ પર લાગે રોજ;

પોતાના જીવનની મહ્ત્તા આંકે રોજ,
અન્યોના પડાવો જોઈ જીવ બાળે રોજ.

– મિહિર

હું અને તું…!!!

મારી એ દુનિયામાં બે જ લોકો હું અને તું,
હસતા-રડતા પણ સાથે રેતા હું અને તું;

વિરહના વરસાદેય ભીંજાતા હું અને તું,
રાત-દી પ્રેમ તણી હુંફ પૂરતાં હું અને તું;

પ્રસંગો નેવે મેલી ફરવા જતા હું અને તું,
રાસ હોય કે ભાંગ સાથે ઘુમતા હું અને તું;

તડકો હોય કે છાંયો મસ્ત રેતા હું અને તું,
રોજ નવો મીઠો ઝગડો કરતાં હું અને તું;

કુદરતનાં ન્યાય તળે ના રહ્યા હું અને તું,
પણ આજેય તારામાં હું ને મારામાં છે તું.

– મિહિર