ખરા અર્થમાં ‘લવસ્ટોરી’ એવી ફિલ્મ ‘નોટબુક’ (૨૦૧૯)…!!!

“में जानता हूँ, तुम्हारी जिंदगीमें मेरे लिए कोई जगह नहीं;
लैकिन तुमसे प्यार करने के लिए मुझे कोई वजह की जरुरत भी नहीं…।।।”

૨૦૦૪માં હોલીવુડની અદભુત ફિલ્મ આવેલ હતી ‘The Notebook’. પ્રણયની આહલાદક, રોમાંચક, રસપ્રચુર અને કરુંણ ઘટનાઓથી ભરપૂર આ ફિલ્મ (વયસ્કોએ) માણવા લાયક ખરી. પછી ૨૦૧૯માં આવે છે, સલમાન ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘નોટબુક’. હા, વાત તો આમાં પણ પ્રણયની જ છે પણ થોડી અલગ, ઉપરોક્ત સંવાદ આ ફિલ્મનો જ છે…!!! ..!!!Read More »

क्या Venom ही Ghoul है…???

પેલા એક આડ વાત – ઘણા સમય પછી લખી શકાયું તો એ બદલ ખુદને અભિનંદન…!!! અમુક વાર કેટલીક અદભુત ફિલ્મો કે વેબ સિરીઝ જોયા બાદ તેના વિષે થોડું લખવા અંગે ચાનક પણ ચડે પણ ભયંકર આળસુ અને મનમૌજી પ્રકૃતિ હોઈ એ અંગે કશું નક્કર લખાયું નહિ. પણ છેલ્લા થોડા સમયમાં અનુભવેલી અને જોયેલી કેટલીક અદભુત કૃતિઓ વિષે હવેની બે-ત્રણ લેખમાળામાં હાગમટે જ લખી નાખવું છે.

Read More »

ટાઈગર ઝીંદા હૈ – બોસ… ફૂલ્ટુ ધમાલ… પૈસા વસુલ…!!!

‘ટાઈગર ઝીંદા હૈ’ એ ખરા અર્થમાં જબરદસ્ત મનોરંજક ફિલ્મ છે જે અબાલ-વૃદ્ધ સૌને ગમી રહી છે અને એટલે જ તો ત્રણ દિવસમાં ૧૧૪ કરોડથી પણ વધુની જંગી કમાણી કરી ચુકી છે. ફિલ્મના ઘણા દ્રશ્યો એવા છે કે જે જોઇને મારા જેવાને પણ રીતસરની સીટીઓ પાડવાની ઈચ્છા થઇ ગયેલ…!!! એમાય સલમાનની એન્ટ્રી… ધમાલ…!!! હા, હું સલમાન ભક્ત નથી કે કૈટરીનાનો આશિક પણ નથી છતાં આ ફિલ્મમાં બન્નેએ જે રીતે જબરજસ્ત કામ કર્યું છે એ કાબિલેદાદ છે જ…બ્રાવો…!!!

Read More »

જગ્ગા જાસુસ : ભારતીય સિનેમાની વધુ એક સુંદર અને સફળ પ્રાયોગિક ફિલ્મ…!!!

ટ્રેલર જોયા બાદ આ ફિલ્મ પ્રત્યે મને ખુબજ ઉત્સાહ હતો, પણ ફિલ્મ રીલીઝ થયા બાદ જ્યારે અમુક રીવ્યુઝ વાંચ્યા ત્યારે થયું કે હદ છે યાર, એક સારી હિન્દી ફિલ્મ જોવા હજી કેટલી રાહ જોવી પડશે. સામી બાજુ અચાનક એવા રીવ્યુઝ પણ નજરે ચડ્યા જેને આ ફિલ્મને ભરપુર વખાણી અને ખાસ જોવા જવા સલાહ આપી. અંતે અવઢવ વચ્ચે ફિલ્મ આજે જોઈ કાઢી અને બોસ જે મજા આવી છે…!!! અદભુત…!!!

Read More »

સ્પાઈડરમેન : હોમકમિંગ – બાળપણની યાદોની પથારી ફેરવતી ફિલ્મ…!!!

(નોંધ : આ રીવ્યુ નથી પણ અંગત અનુભવો અને મંતવ્ય છે. આપનો દૃષ્ટિકોણ આ અંગે અલગ હોઈ શકે…!)

તો વર્ષ ૧૯૯૩મા આવેલ ફિલ્મ ‘દામિની’ કે જેમાં એક સમયના સુપરસ્ટાર ગણાતા ઋષિ કપૂર લીડ રોલમાં હતા પણ આ ફિલ્મને આજે પણ લોકો, ફિલ્મના મહેમાન કલાકાર સન્ની દેઓલના લીધે યાદ રાખે છે…! ૭/૭/૨૦૧૭ના રોજ ભારતમાં રીલીઝ થયેલ ફિલ્મ ‘સ્પાઈડરમેન : હોમકમિંગ’ ને પણમહેમાન કલાકાર, ‘રોબર્ટ ડાઉની જુ.’ને લીધે જ મારા જેવા અમુક થોડા અંશે યાદ રાખશે…! કેમકે આ ફિલ્મ એ મારા મતે ‘બંડલનાં પેટની’ હતી…!Read More »

મર્ડર-૨  – ફિલ્મ (ભટ્ટ કેમ્પે ખોળી કાઢેલ બેનમુન હિરા પૈકિનું એક…)  

આમ તો જુલાઈ ૨૦૧૧મા રીલીઝ થયેલ આ ફિલ્મની અત્યારે વાત કરવી જરા વિચિત્ર અને તર્કહિન લાગી શકે પણ અનાયાશે ટી.વી પર આજે જોયેલ આ ફિલ્મે ફરી એના રૌદ્ર અને સુમધુર પાસાઓની યાદો તાજી કરી જે, રીલીઝના પહેલા રવિવારે જ સુરજ સિનેપ્લેક્સ થીયેટરમા બપોરના( હા…) હાઉફુલ માહોલમા માંડ માંડ ટિકીટ મેળવી સૌથી આગળની કતારમા બેસીને માણેલ…!!!

Read More »

દરેક ભારતીય પરિવારે સમજવા જેવી ફિલ્મ : દંગલ

હા, માથે યુનીવર્સીટીની પરીક્ષા છે એની ભારોભાર જાણ અને અનુભવ હોવા છતાં, ૬ કલાકના અભ્યાસ-વાંચન બાદ પણ અતિપ્રિય એવી બપોરની ઊંઘનો ભોગ આપીંને, ડીજીટલ પેમેન્ટ દ્વારા ફિલ્મ જોવા જઈએ અને એમાય દેશ-વિરોઘી માનસિકતા હોવાના આરોપી એવા આ આમિરખાનની ફિલ્મમાં ભારોભાર ‘રાષ્ટ્રપ્રેમ’ જોવા મળે અને એમાય ‘રાષ્ટ્રગીતની ધૂન’ સાથે ‘ભારત માતાકી જય’નો ગુંજારવ થાય અને ચિક્કાર મેદની જબરજસ્ત તાળીઓથી વધાવી લ્યે તો ધક્કો સફળ…Read More »

મનુષ્યમા મહાદેવની અનુભૂતિ જગાડનાર ફિલ્મ ‘શિવાય’….

આજે ફિલ્મ ‘શિવાય’ જોયા બાદ એકાએક જ ૩ દિવસ પહેલાજ જોયેલ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ ના સોન્ગ્સ, અનુષ્કાની એક્ટિંગ, રણબીરની ક્યુટનેસ અને ઐશ્વૈર્યાની માદકતા…બધું જ ભુલાઈ ગયું…અને મનમાં ગુંજી રહ્યું છે ફિલ્મ ‘શિવાય’ નું મોહિત ચૌહાણના સ્વરે ગવાયેલ ગીતના શરૂઆતના શબ્દો…Read More »

‘ઝરૂરત નહિ ખ્વાહીશ…’ જૈસી ફિલ્મ – એ દિલ હૈ મુશ્કિલ…

આમ તો ‘ચન્ના મેરેયા’ ગીત આવેલ ત્યારે જ ભાખેલું કે આ ફિલ્મ જબરજસ્ત ટચ્ચી હોવાની જ અને એમ જ થયુ ફિલ્મ સોલીડ ઈમોશનલ છે… જે લોકો લાગણીશીલ છે અને પોતાની અંદર ઘણું સમાવીને બેઠા છે એ લોકો કદાચ ફિલ્મ જોતી વેળાએ ભાંગી પણ પડશે …!Read More »

કજોડાને જો સજોડે રહેવુ પડે તો….????……(ફિલ્મ “દમ લગાકે હઇસા” વિશેનો લેખ) :-

પપ્પાનુ ચમ્પલ ( મિત્રો હુ આપની પિડા અનુભવી શકુ છું..!!!), અંગ્રેજીનુ પેપર અને કુમાર શાનુનો અવાજ હિરોની આંખમા આંસુ લાવિ દે છે…અને પછી એન્ટ્રી થાય છે ફિલ્મના સૌથી વજનદાર (હા…શરીરથી અને અભિનયથી..) પાત્રની….હિરોઇન….!!!
Read More »