તલવારની સામે યુધ્ધે ચડેલ ગુલાબની અદભુત કહાની…’બાજીરાવ-મસ્તાની’…

ટિકિટના પૈસા, રિક્ષાનુ ભાડુ અને મોડુ થઈ જવાની બીકે લગાવેલ ૧૦૦ મીટરની ટુંકી દોડનો થાક… આ બધુ તો ફક્ત રણવીર સિંહની ધમાકેદાર એંન્ટ્રી (અને સુપર્બ બેક્ગ્રાઉંડ સ્કોર વીથ માઇંડબ્લોઇંગ સેટ) જોતા જ વસુલ થઈ ગયુ અને એમાય પછી તો ફિલ્મમા આવતા ‘હર હર…મહાદેવ’ ના નારાઓથી થીએટર ગુંજી ઉઠે (એ પણ આવા ‘સેક્યુલર’ કળિયુગમા…!!!) એટલે જમાવટ જ જમાવટ….!!! “હમને તો ઇશ્ક કા નશા કિયા હૈ…!!!” જેવા સમ્વાદો….વાહ….

એક બહાદુર યોધ્ધાને છાજે એવી રણવીર સિંહની ખુમારી, પુનમની ચાંદનીથી તરબતર થતુ દીપિકાનુ સૌંદર્ય અને ચહેરાથી અભિનયના ઓજસ રેલાવતી અદભુત પ્રિયંકા…. તન્વી આઝમી (લાજવાબ…), મિલિંદ સોમણ જેવા અનેક સાથી કલાકારોનો કુશળ અભિનય, અદભુત લોકેશન-સેટ, બેક્ગ્રાઉંડ સ્કોર, ચોટ્દાર સમ્વાદો, સંજય લીલા ભણશાલીનુ સંગીત-દિગ્દર્શન અને… ભારતીય સિનેમાના ઇતિહાસની વધુ એક અદભુત ફિલ્મ….’બાજીરાવ-મસ્તાની’….

આમ તો પ્રેમની પરિભાષામા નાત-જાત-ધર્મના વાડાઓ અને બંધનો નડતા જ હોતા નથી પણ સમાજની આંખોમા પ્રેમીજનો હમેશા કણાની માફક ખુંચતા રહ્યા છે. આ વાતને વાચા આપી છે સંજયભાઇએ, એ પણ વન્સ અગેઇન કાવ્યાત્મક અને ભાવાત્મક અંદાજમા પણ એમા યુધ્ધ અને વીર હિંદુ-મરાઠા શાશકના (અકબર જેવા @%# શાશકોને પ્રોજેક્ટ કરવા માટે, અમુક ઇતિહાસકારો દ્વારા જાણી જોઇને વિસરાવી દિધેલ…!!!) ભવ્ય ઇતિહાસનો જોરદાર બેકડ્રોપ ઉમેરીને…!!!

યુધ્ધના દ્રશ્યો ચોક્કસ પણે આંતરરાષ્ટ્રીય કક્ષાના કંડારેલા છે એમા બે મત નથી, ખાસ કરીને શરુઆતમા દર્શાવેલ બુંદેલખંડના યુધ્ધના દ્ર્શ્યો જોઇને વાહ વાહ પોકારી ઉઠાય…!!! દિવાની-મસ્તાની ગીત વિશે તો ઘણુ લખાઈ ચુક્યુ છે. ૨૦૦૦૦ કાચના ટુકડાઓને એક્ઠા કરીને બનાવેલ શીશ મહેલ આ ફિલ્મનુ મુખ્ય આકર્ષણ છે. ત્યારના સમયમા પણ ટેકનોલોજી વિના આ પ્રકારની અસભુત કારીગરી થતી હશે ને…!!! એમા પણ જ્યારે ‘મલ્હારા’ ગીત આવે ત્યારે તો… ધમનીઓમા લોહી ૧૦૦ ગણી ઝડપે દોડવા લાગે…. જબરૂ એંનર્જેટીક…!!!

આ સમ્પુર્ણ ફિલ્મને થિએટરમા (જ) જોવી અને માણવી એક લ્હાવો છે કેમેકે શરુઆતથી (ભરાયેલ દરબારનુ દ્રશ્ય) લઈને અંત સુધી (હોલિવુડની કક્ષાનુ ફિલ્માંકન એવુ નાયકની આભાષી સંવેદનાઓનુ દ્રષ્ય) તમામે તમામ દ્રશ્ય ઉત્ત્મોત્ત્મ રીતે ફિલ્માવેલા છે.

જોધા-અકબરને ટક્કર આપી હોય એવુ આટલા વર્ષો પછી આ ફિલ્મ આવ્યુ…. હવે ભાઇ આશુતોષ ગોવારીકર લઈને આવી રહ્યા છે હ્રિતિક ને લઈને ફિલ્મ ‘મોહેંજો દડો’ મા, જોઈએ એ કેવુ બને છે…!!!

અને છેલ્લે ટ્ચ કરી ગઈ હોય એવી બે વાત… ‘હમ દિલ દે ચુકે સનમ’ મા આવેલુ ‘અલબેલા સજન’ નવા રુપમા સામ્ભળી મજા આવી અને બોસ… દીપિકા… યાર, એ જેટલી વાર સ્ક્રીન પર આવે ત્યારે એમ થાય… કે કેવુ અપ્રિતમ સૌંદર્ય બક્ષેલ છે….!!! એવી ઇચ્છા થાય કે બે ઘડી સીન ફ્રિઝ થઈ જાય અને તેને જોતા જ રહીયે….!!!

તો… લગભગ બધાએ જોઈ લીધા બાદ આખરે આ ફિલ્મ જોઈ અને ખુબ માણી….૨૦૧૬ની શરુઆત આનાથી સારી તો ના જ હોઈ શકે…. “તુજે યાદ કર લીયા હૈ…”

Leave a comment